Home> India
Advertisement
Prev
Next

કાશ્મીરના IGએ રાહુલના દાવાને ફગાવ્યો, કહ્યું- ખીણમાં ફાયરિંગનો કોઈ બનાવ બન્યો નથી

કાશ્મીરના આઈજીએ રાહુલ ગાંધીના એ દાવાને સાવ ફગાવી દીધો છે જેમાં તેમણે કહ્યું હતું કે કાશ્મીર ખીણમાં ફાયરિંગના રિપોર્ટ તેમની પાસે આવ્યાં છે. કાશ્મીર રેન્જના આઈજી એસપી પાણીએ વીડિયો બહાર પાડીને આ સમગ્ર મામલે સ્પષ્ટીકરણ આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે ઘાટીમાં છેલ્લા 6 દિવસમાં ફાયરિંગની કોઈ ઘટના ઘટી નથી. 

કાશ્મીરના IGએ રાહુલના દાવાને ફગાવ્યો, કહ્યું- ખીણમાં ફાયરિંગનો કોઈ બનાવ બન્યો નથી

શ્રીનગર: કાશ્મીરના આઈજીએ રાહુલ ગાંધીના એ દાવાને સાવ ફગાવી દીધો છે જેમાં તેમણે કહ્યું હતું કે કાશ્મીર ખીણમાં ફાયરિંગના રિપોર્ટ તેમની પાસે આવ્યાં છે. કાશ્મીર રેન્જના આઈજી એસપી પાણીએ વીડિયો બહાર પાડીને આ સમગ્ર મામલે સ્પષ્ટીકરણ આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે ઘાટીમાં છેલ્લા 6 દિવસમાં ફાયરિંગની કોઈ ઘટના ઘટી નથી. 

fallbacks

રાહુલની સતત ના...છતાં કોંગ્રેસના અધ્યક્ષ પદે સોનિયા 'ગાંધી', ખાસ જાણો કારણ 

એસપી પાણીએ કહ્યું કે "કાશ્મીર ખીણમાં ફાયરિંગની ઘટના અંગે કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટને લઈને અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે આવી કોઈ ઘટના ઘટી નથી. આ રિપોર્ટ ખોટા છે. કાશ્મીર ખીણમાં છેલ્લા એક અઠવાડિયાથી શાંતિ છે. "

જમ્મુ અને કાશ્મીર પોલીસે એક પ્રેસ રિલીઝ બાહર પાડીને કહ્યું કે "મુખ્ય સચિવ અને જમ્મુ કાશ્મીર ડીજીપીએ લોકોને આવા અહેવાલો પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે. કાશ્મીરમાં છેલ્લા 6 દિવસથી ફાયરિંગની કોઈ ઘટના ઘટી નથી. કાશ્મીરમાં છેલ્લા એક અઠવાડિયામાં ફાયરિંગ થયું નથી. સ્થિતિ શાંતિપૂર્ણ છે. લોકો સહયોગ કરી રહ્યાં છે. સ્થિતિ સામાન્ય બનાવવા માટે કરફ્યુમાં ઢીલ આપવામાં આવી રહી છે. શ્રીનગર અને અન્ય પરગણાઓમાં લોકો ઈદની ખરીદી માટે ઘરમાંથી બહાર નીકળી રહ્યાં છે."

જુઓ LIVE TV

વાત જાણે એમ છે કે રાહુલ ગાંધીએ શનિવારે મીડિયાને સંબોધન કરવા દરમિયાન દાવો કર્યો હતો કે 'જમ્મુ અને કાશ્મીરમાં હાલાત ખુબ ખરાબ છે. તેમણે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં હિંસાના અહેવાલોથી ચિંતા થાય છે. રાજ્યમાં શું થઈ રહ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્પષ્ટપણે બધાને જણાવે. તેમણે દાવો કરતા કહ્યું હતું કે અમારી પાસે એવા અનેક રિપોર્ટ આવ્યાં છે કે જમ્મુ કાશ્મીરમાં હિંસા થઈ રહી છે. ત્યાં લોકો સાથે હિંસા થઈ રહી છે.'

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં આવ્યો હતો. અહીં કોંગ્રેસના નવા અધ્યક્ષની પસંદગી થવાની હતી. આ બધા વચ્ચે એવું જાણવા મળ્યું કે જમ્મુ કાશ્મીરમાં હાલાત ખરાબ છે. ત્યાં હિંસાના રિપોર્ટ આવી રહ્યાં છે. આ બધા વચ્ચે અમે બેઠક રોકીને જમ્મુ કાશ્મીરની સ્થિતિ જાણવા માટે આ નિવેદન આપ્યું છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More